બે ઘૂંટ પ્રેમના - 10

  • 2.1k
  • 1.2k

" કરન ક્યાં ધ્યાન છે? તારી ચા ઠંડી પડી જશે બેટા..." વહેલી સવારમાં મને ચાની સાથે ફોનનું પણ વળગણ લાગ્યું હતું. અને લાગે પણ કેમ નહિ, અર્પિતાનો મેસેજ જો આવ્યો હતો. આજ પ્રથમ વખત એવું બન્યું હતું કે મેં ચાના કપને સાઈડમાં કરીને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે...." ચલો મમ્મી...મારે ઓલરેડી લેટ થાય છે...હું જાવ છું...બાય..." કારની ચાવી લઈને હું તુરંત ઘરની બહાર નીકળી ગયો. કાર પોતાના રસ્તે રાબેતામુજબ ચાલતી જતી હતી પણ મારું ધ્યાન તો બસ ફોનમાં જ ખોવાયેલું હતું. " મેસેજ સીન થઈ ગયો પણ કોઈ જવાબ નહિ.... ક્યાં ગઈ હશે??" અનેકો સવાલે મારા મનની શાંતિ ભંગ