બે ઘૂંટ પ્રેમના - 7

  • 2.4k
  • 1
  • 1.5k

પાર્ટી સાથે મારો કોઈ ખાસ લગાવ નહતો. આજના અભદ્ર સોંગ સાથે મને તાલમેલ મિલાવવું બિલકુલ ગમતું નહી. એટલે હું પાર્ટીના એક ખૂણે બેસીને લોકોને નાચતા ગાતા જોઈ રહ્યો. મારા સિવાય બાકી બધા મોજમસ્તી કરતા ખિલખિલાટ હસી રહ્યા હતા. ત્યાં જ થોડીવારમાં મારી કોલેજનું એક ગર્લ્સ ગ્રુપ મારી બાજુમાં આવીને ઊભું રહી ગયું. મેં થોડીક દૂરી બનાવીને પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કર્યું પણ મારા કાનને હું ક્યાં રોકી શકવાનો હતો.." રિયા કેમ ન આવી? તને ખબર છે?" " કોને ખબર શ્રુતિ....મને તો લાગે છે આ સંજયે જ નહિ બોલાવી હોય એને...બાકી રિયા પાર્ટીમાં આવવાની ના પાડે એવું બને ખરી?" " મને