જેમના સર્વો કર્મો દૂર થયા હતા, જેમનો યોગ્ય પવિત્ર સંસ્કાર થયો ન હતો, એવા સુખદેવજી જ્યારે સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યા, ત્યારે પુત્ર નો વિરોહ દુઃખ પામેલા શ્રી વેદ વ્યાસજીએ તેમને રોકવા માટે હે પુત્ર હે પુત્ર! એમ પોકારવા લાગ્યા. તે સમયે સુખદેવજીએ તો કાંઈ જવાબ આપ્યો નહીં, પણ તેમના વતી વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો. વૃક્ષોમાં તથા સર્વ પ્રાણી પદાર્થોમાં જેમનો આત્મસ સ્થાયી રહેલો છે તેવા શ્રી શુક્રમુનિ ને વંદન કરું છું. નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો પ્રારંભ થયો. આ બ્રહ્મસત્રમાં 88 હજાર ઋષિમુનિઓ એકઠા થઈ, ભગવત ભક્તિ અને તત્વચિંતન ની ચર્ચાઓ કરી હતી. તેમની વચ્ચે સત્સંગ થયો આ સભામાં સુતજી પણ હાજર