મમતા - ભાગ 31 - 32

  • 1.8k
  • 1.1k

️ મમતા ભાગ :31( આખરે મંથન અને મોક્ષાનાં દિલમાં રહેલા પ્રેમની જીત થઈ. અને બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. હવે કૃષ્ણ વિલા માં મોક્ષાનો પહેલો દિવસ કેવો હશે એ જાણવા વાંચો મમતા ભાગ :31 ) વાદળોની વચ્ચેથી સૂરજનું આગમન થયું. પંખીઓનાં કલશોર વચ્ચે ઝાકળની બુંદો મોતીઓ સમી દેખાતી હતી. આજે કૃષ્ણ વિલા બંગલામાંથી આરતીનો નાદ સંભળાય છે. આ આરતી મોક્ષા ગાય છે. મંદિરમાં દીવાઓ પુરતી મોક્ષાને જોઈ શારદાબા ગદગદીત થઈ ગયા. આટલી ભણેલી મોર્ડન હોવા છતાં મોક્ષા સવારમાં વહેલી ઉઠી મંદિરમાં પહોંચી ગઈ હતી. આરતીનાં શબ્દોથી ઘરનું વાતાવરણ પવિત્ર બની ગયું હતું. શારદાબાને જોતા જ મોક્ષા બાને પગે લાગે છે.