કાંતા ધ ક્લીનર - 14

  • 2.2k
  • 1
  • 1.6k

14.એકદમ તે સફાળી ઊઠી ગઈ. ઘર બે દિવસથી સાફ થયું ન હતું એટલે ધૂળ ઊડતી હતી.તે બાકીની રાત સૂઈ શકી નહીં. સવાર પડતાં જ તેણે ઝટપટ ઘર સાફ કર્યું, નહાઈને તૈયાર થઈ નીકળી પડી હોટેલની ડ્યુટી જોઈન કરવા.નીચે જ મકાનમાલિક મળ્યા. તેમણે મમ્મી ગુજરી ગયા બદલ દુઃખ વ્યક્ત કર્યું. એ સાથે ત્રણ મહિનાનું ભાડું બાકી છે તે યાદ કરાવ્યું. કાંતાએ પોતે નેકસ્ટ પગાર આવે એટલે ઘણુંખરું આપી દેશે તેમ કહ્યું.હોટેલ પહોંચતાં જ ચકાચક ગેઈટ પર વ્રજલાલ ઊભેલા. "અરે! તું? આજે નોકરી પર નથી ને?" તેમને આશ્ચર્ય થયું.કાંતાએ કહ્યું કે મોનાને પોલીસ લઈ ગઈ છે તેથી મારે આવવું પડ્યું. તેઓ સ્મશાનમાં