બંને એકબીજાની સામે જોઈ હસે છે, નજર મળતાં જાણે બંને એકબીજામાં ખોવાઈ જાય છે, પણ શ્રદ્ધા નજર ફેરવી નાખીને વિશ્વાસને પૂછે છે, મ્યુઝિક ? શ્રદ્ધા થોડું મલકાઈને મ્યુઝિક ચાલુ કરે છે અને કટી પતંગ ફિલ્મનું ગીત વાગે છે..... ये शाम मस्तानी, मदहोश किये जाएये शाम मस्तानी, मदहोश किये जाएકાર ધીમે-ધીમે શહેરના રસ્તાઓને પસાર કરતી, આજુબાજુમાં દેખાતાં ઘરમાંથી સૂર્યના કિરણો ઝળહળતા હતાં. રસ્તાના બાજુમાં પીપળના ઝાડની છાંવ અને રસ્તાના બાજુમાં નાની મોટી દુકાનોમાં ભીડ હતી. શહેરની હળવી હસતી અને વાત કરતી છવીઓએ રસ્તાને જીવંત બનાવી દીધું. થોડી વાર પછી ગીતનો અવાજ ધીમો કરી, શ્રદ્ધા વાત શરૂ કરે છે, અરે,