સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 7

  • 2k
  • 790

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આરાધના અને તેના પિતા સતિષભાઈ જ્યારે બજારથી ખરીદી કરીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે કોઈ તે લોકોની ગાડીની આગળ અચાનક આવી જતા ડર અને ગુસ્સો છવાઈ જાય છે હવે જોઈએ આગળ... } તે લોકોની ગાડી આગળ પ્રતાપ આવી જાય છે. અને પ્રતાપને જોઈ સતિષભાઈ ગુસ્સામાં ગાડીમાંથી ઉતરે છે. અને પ્રતાપને કહે છે " તારી હિંમત કઈ રીતે થઈ અમારો રસ્તો રોકવાની ? " આરાધનાને ખબર હતી કે પ્રતાપ કેટલો ખતરનાક માણસ છે. તે પોતાના ચાર પાંચ મિત્રો સાથે અહીં આવેલો હતો. પ્રતાપ માટે ગુસ્સો હોવા છતાં પણ તે પોતાના પિતા માટે ડરી રહી