પ્રેમ સમાધિ - પ્રકરણ-79

(12)
  • 1.9k
  • 2
  • 1.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-79 નારણ એની ફેમીલી સાથે વિજયના ઘરે આવેલો. બધાં દિવાનખંડમાં બેઠાં. નારણ અને વિજય મળ્યા. વિજયે ફોર્માલીટી ખાતર કહ્યું “ઘણાં સમયે ભાભી છોકરાઓ મળ્યાં. પણ હવે કાવ્યાને મળીને આનંદ થશે”. વિજય ત્યાં એની ખાસ આરામ ખુરશી પર બેઠો. સામે સોફામાં બધાં નારણ, મંજુબેન, માયા અને સતિષ બેઠાં હતાં. ત્યાં કાવ્યા અને કલરવ બંન્ને હસતાં હસતાં ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં.... મંજુબેન કલરવ કાવ્યાને સાથે જોઇ થોડાં અકળાયાં એમણે મોંઢુ વચકોડ્યું... એમને પોતાને ના સમજાયું કે બંન્ને જણાં સાથે એમને સંબંધ બાંધવો છે. રહીરહીને પોતાને સાચું સમજાયું પછી હસી પડ્યાં... મોં ના હાવભાવ બદલીને બોલ્યાં... "ઓહોહો મારી કાવ્યા દીકરી તો મોટી થઇ