ભૃગુ આગળ બોલ્યા, “ઇન્દ્રિયોથી ગ્રહણ થતી સર્વ વસ્તુઓ વ્યક્ત છે. વ્યક્તની આ જ પરિભાષા છે. અનુમાન દ્વારા જેનો સહેજ-સાજ અવબોધ થાય તે ઇન્દ્રિયાતીત વસ્તુને અવ્યક્ત જાણવી. જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસશ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞેયસ્વરૂપ પરમાત્માનું મનન કરતા રહેવું જોઈએ અને પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મનને તેમાં જોડવું અર્થાત તેનું ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ દ્વાર મનને વશમાં કરવું અને સંસારની કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું. હે બ્રહ્મન, સત્ય એ જ વ્રત, તપ તથા પવિત્રતા છે, સત્ય જ પ્રજાનું સૃજન કરે છે, સત્યથી જ આ લોક ધારણ કરાય છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. અસત્ય