નિતુ - પ્રકરણ 19

  • 2.6k
  • 1
  • 1.7k

નિતુ : 19 (લગ્નની તૈય્યારી)   અગાસીમાં બેસીને કૃતિ ફોન પર સાગર જોડે વાત કરી રહી હતી.  આજ- કાલ ઘરમાં શું ચાલી રહ્યું છે તેનું તેને ભાન જ નહોતું. આ પ્રેમ પણ ગજબ છે. ક્યારેક ક્યારેક એવી ભાન ભુલાવી દે છે કે દુનિયાની ખબર જ નથી રહેતી. બસ, પોતાની મસ્તીમાં મસ્ત અને પોતે કહ્યું તે સાચું. એના સિવાય બીજું કશું સુજવા જ નથી દેતો. હમણાંથી કૃતિ પણ એ રોગનો શિકાર બની બેઠી હતી. બસ જે હતું એ સાગર, એના સિવાય કશું નહિ. એક તો એટલી જલ્દી નીકળેલી લગ્નની તારીખ અને એમાંય અધીરું બનેલું તેનું મન. એ તો કલ્પના જ કરવી