એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 22) આમ આ બન્ને એ દરિયાદેવ ની આ જીવતી જાગતી ભેટ એવી મુક્તિ સાથે ગોવા છોડ્યું.એક વિચિત્ર આનંદ સાથે પાછાં ફરતું આ દંપતિ કુદરતની ચાલી રહેલી લીલાથી સંપૂર્ણ બેખબર હતું. “કોઈનું પારકું લોહી આ ઘરમાં મને ન જોઈએ.આવાં બાળકોનું સ્થાન બાલઘર જેવી સંસ્થાઓમાં જ હોય અને તે ત્યાં જ રહેશે.”મનન ની મમ્મીએ ફેંસલો સંભળાવી દીધો. કાનન અને મનન બન્ને એ મુક્તિ વાળી વાત ઘરે કરી ન હતી.એ લોકો સરપ્રાઈઝ આપવા માગતાં હતાં.ઘરે આવીને બન્ને એ હોંશે હોંશે વાત કરી તો મનન ની મમ્મીએ વાત વધાવવાને બદલે સીધો ફેંસલો જ આપી દીધો. ઘરના