સવાઈ માતા - ભાગ 70

  • 3.1k
  • 2
  • 1.6k

લેખન તારીખ :૧૧-૦૬-૨૦૨૪આૅફિસમાં રમીલાની એક દિવસની ગેરહાજરી છતાં તેનું આખુંય તંત્ર એવું ગોઠવાયેલ હતું કે સઘળાં કામકાજ નિયમિતપણે થતાં રહેતાં. તેથી જ તે અભ્યાસમાં પણ ધ્યાન પરોવી શકતી. તેનો બ્યુટી પાર્લર અને સેલોનમાં ટેકનિકલ ભાગીદારીવાળો આઈડિયા સંપૂર્ણપણે સફળ હતો. કંપનીની પ્રોડક્ટસનું લોકલ લેવલ ઉપર વેચાણ પાંત્રીસ ટકા જેટલું વધ્યું હતું જે માન્યામાં ન આવે તેવો વિક્રમસર્જક આંક હતો. આ તરફ મનન પણ પોતાની આવડતમાં કરાયેલ વિશ્વાસની મૂડીને વેપારનાં વિસ્તૃતિકરણના વ્યાજ સહિત યોગ્ય ન્યાય આપી રહ્યો હતો. તેનાં હાથ નીચે કંપનીનાં ઘરગથ્થુ ગ્રાહકો ઉત્તરોત્તર વધી રહ્યા હતાં. તે પોતાની ટીમ સાથે મળી તેમની જરુરિયાત સમયસર પૂરી કરવા પૂરતી મહેનત કરતો અને