અ - પૂર્ણતા - ભાગ 16

  • 2.7k
  • 2.1k

હેપ્પી રેનાને ઘરે મૂકવા આવી બદલામાં તેણે તો વૈભવના કટાક્ષ જ સાંભળવા મળ્યા. છતાંય તે આજ એકદમ શાંત હતી. તે ધીમેથી વૈભવ પાસે ગઈ. "એમાં એવું છે ને વૈભવજી કે જો હસબંડ તમારા જેવા હોય ને તો મદદ માટે મારા જેવી જાડીની જ જરૂર પડે. હું તો ફક્ત શરીરથી જાડી છું પણ તમે તો કઈ પ્રકારની જાડી ચામડી ધરાવો છો એ જ ખબર નથી." હેપ્પીના ધારદાર શબ્દો સાંભળી વૈભવ ઉકળી ગયો. "હેપ્પી, મહેમાન બનીને આવી છે મહેમાન બનીને જ રે તો સારું છે. મારા બાપ બનવાની કોશિષ ન કરતી." "અરે, તમને કોણે કહ્યું કે હું મહેમાન બનીને આવી છું? સાળી