અંધારી આલમ - ભાગ 17

(22)
  • 2.3k
  • 1
  • 1.6k

૧૭ : દોસ્તની દગાબાજી....! નાગરાજનની સિન્ડિકેટના બે ભાગીદારો રતનલાલ અને રહેમાન અત્યારે રતનલાલના આલિશાન બંગલાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં વાતો કરતા બેઠા હતા. તેમની વચ્ચે કાચજડિત ગોળ સ્ટૂલ પર વ્હીસ્કીની બોટલ તથા બે ભરેલા ગ્લાસ પડ્યા હતા. વાતો દરમિયાન તેઓ ગ્લાસ ઊંચકીને તેમાંથી ઘૂંટડો ભરી લેતા હતા. ડ્રોઇંગરૂમની ભવ્યતા કોઈક રજવાડી મહેલના દિવાનખંડની યાદ અપાવતી હતી. રૂમની દીવાલો પર વાન ધોધના ત્રણ પેઈન્ટીંગો લટકતાં હતાં, જેની કિંમત ઓછામાં ઓછી પચીસેક લાખ રૂપિયા તો જરૂર હતી જ ! ડ્રોઇંગરૂમની જમીન પર એડી સુધી પગ ખૂંચી જાય એવો નરમ ઈરાની ગાલીચો પાથરેલો હતો. ફર્નિચર એટલું મોંધું હતું કે જેટલું મોંઘું ભારતમાં નહોતું બનતું