અંધારી આલમ - ભાગ 14

(21)
  • 2.3k
  • 1
  • 1.7k

૧૪ : દેવરાજનો દાવ દેવરાજ કચ્છી તથા અજીત અત્યારે એક પબ્લિક ટેલિફોન બૂથમાં ઊભા હતા. દેવરાજના હાથમાં ટેલિફોનનું રિસીવર જકડાયેલું હતું. એ ખૂબ જ પ્રભાવશાળી અવાજે નાગરાજન સાથે વાત કરતો હતો. 'મિસ્ટર નાગરાજન...! તમારી સલાહકાર રીટાએ પચાસ લાય તે રૂપિયાનું સોનું ચામડાની એક બેગમાં ભરીને લાવવાનું છે.' 'ઠીક છે...' સામે છેડેથી નાગરાજનનો નિરાશાભર્યો અવાજ તેને સંભળાયો, ‘સોનું લઈને રીટા જ આવશે.’ 'મિસ્ટર નાગરાજન, અમે તમને અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યા છીએ તે મુજબ સોનું સોંપ્યા પછી, અમને શોધવાનો તમારે કોઈ જાતનો પ્રયાસ નથી કરવાનો! જો તમે આવો કોઈ પ્રયાસ કરશો તો તમારી સિન્ડિકેટનો શું અંજામ આવશે એની તૈયારી તમે કરી