અંધારી આલમ - ભાગ 12

(24)
  • 2.8k
  • 2
  • 1.8k

૧૨ : છૂટકારો નાગરાજનના ફિક્કા પડી ગયેલા ચહેરા પર પીળી કોડી જેવી આંખો અંગારાની માફક ચમકતી હતી અને તે આંખોમાંથી લોહીયાળ લાલાશ નિતરતી હતી. એના ચહેરા પર રાક્ષસી ભયાનકતા છવાયેલી હતી. એના ઉઘાડા હોઠ વચ્ચેથી શિકારી જાનવરના લોહી તરસ પરસ્પર ભીડાયેલાં જડબાં જેવા દાંત ટયુબલાઈટના પ્રકાશમાં ચમકતા હતા. જહાન્નમની ભઠ્ઠીમાં સળગી રહેલો સાક્ષાત શયતાન જાણે પોતાની પાશવતાને આ જગત પર ઠાલવવા માટે અચાનક ઊતરી આવ્યો હોય એવા આ નાગરાજનને જોઈને રતનલાલની આંખો ત્રાસથી ફાટી પડી. નાગરાજનનું આવું રૌદ્ર સ્વરૂપ અગાઉ એણે ક્યારેય નહોતું જોયું. અત્યારે રીટાના ફ્લેટમાં નાગરાજન, રીટા તથા રતનલાલ બેઠાં હતાં. વિશાળગઢમાં આકાશમહેલ તથા મેઘદૂત જેવી સાત-આઠ ઈમારતો