૧૧ : મોતના પંજામાં... મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહેલા દર્દીના ચહેરા પર જે ફિક્કી ચમક છવાયેલી હોય, બરાબર એવો જ પ્રકાશ એ ગુપ્ત ભોંયરામાં છવાયેલો હતો. રેલવે-સ્ટેશનેથી કમલ ઊર્ફે જમશેદને અહીં લાવવામાં આવ્યો હતો. જમશેદની હાલત અત્યારે હીંચકા જેવી હતી. એના બંને હાથ-પગ છતમાં લટકતાં કડા સાથે દોરડા વડે ખૂબ જ મજબૂતીથી બાંધેલાં હતાં. એની છાતી તથા પેટનો ભાગ છત તરફ હતો. એનો દેહ જમીનથી ચારેક ફૂટ અદ્ધર હવામાં હીંચકાની માફક લટકતો હતો. સહસા ભોંયરાના પગથિયા ઊતરીને એક સ્ત્રી તથા બે પુરુષો અંદર પ્રવેશ્યાં. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મોહિની જ હતી. એની સાથે ત્રીસેક વર્ષની ઉંમર ધરાવતા યુવાનનું