અંધારી આલમ - ભાગ 5

(26)
  • 3.4k
  • 1
  • 2.5k

૫ : બેતાજ બાદશાહ નાગરાજન જંગલનો હિંસક દીપડો અચાનક જ પાંજરે પૂરાઈ જાય અને પછી ક્રોધના આવેશમાં, પાંજરામાં આમથી તેમ આંટા મારે એમ નાગરાજન શહેરની એક આલિશાન ગગનચુંબી અને ખૂબસૂરત ઈમારતના સૌથી ઉપરના માળ પર આવેલી એક સુંદર અને અપટુડેટ ઑફિસરૂમમાં ફર્શ પર બિછાવેલા કીમતી ગાલીચાને ખૂંદતો આંટા મારતો હતો. ઝનૂને ચડેલા ગેંડાની જેમ એના ફૂલી ગયેલા નાકમાંથી છીકોટા નીકળતા હતા. પારાવાર રોષ, બેચેની અને વ્યગ્રતાને કારણે એને ચહેરો કમાનની જેમ ખેંચાઈને વિકૃત થઈ ગયેલો દેખાતો હતો. એની પીળી કોઠી જેવી આંખોમાંથી, સામે ઊભેલા હર કોઈને બાળી નાખવા હોય એવા રોષના તણખા ઝરતા હતા. એક હોલ જેવી વિશાળ જગ્યા ધરાવતી