ત્રીજો નહિ!

  • 1.4k
  • 552

‘એક પથ્થર આવ્યો’!‘બીજી દિશામાંથી બીજો આવ્યો’!બન્ને પથ્થર વાગતાં બચી ગયા. ગાંડી ખડખડાટ હસી રહી. પથ્થરનો નિશાન ચૂકી ગયા ને? લે મૂઆ! હવે બસ, ત્રીજો નહી! કાલે વાત!પેલો રઘલો જીતુ, રોજ ગાંડીને બે પથ્થર મારે.મોટે ભાગે નિશાન ચૂકી જાય. ગાંડીને ખૂબ મઝા આવે. તાળી પાડી ને નાચે. પછી એલાન કરે , ‘હવે કાલે’! કોઈનું કહ્યું ન માનનારો ગાંડી કહે એટલે નરમ ઘેંશ જેવો થઈ જાય.આ તો નસિબના લખ્યાં કોણ મિથ્યા કરે. ગાંડી ચિંથરે વિંટ્યું રતન છે. આજે ભલેને ગાંડી હોય ગમે તેવા વેશ કાઢે. તેને જુવાનીમાં જોઈ હોય તો લોકોની આંખો પહોળી થઈ જતી. માસ્તરની છોડી, સાદા કપડામાં કંઈ ઢગલો રૂપ