અગ્નિસંસ્કાર - 78

(12)
  • 1.9k
  • 2
  • 1.1k

થોડાક સમય ડાન્સ કર્યા બાદ બન્ને ફરી કારમાં બેસ્યા અને ઘર તરફ નીકળી ગયા. ઘરે પહોંચીને પ્રિશા એ અંશને એના રૂમમાં સુવડાવ્યો. " હવે ચૂપચાપ મોં બંધ કરીને શાંતિથી સુઈ જા..." પ્રિશા એ અંશને ચાદર ઓઢાડતા કહ્યું. પ્રિશા બેડ પરથી જતી જ હતી કે અંશે નીંદરમાં જ પ્રિશાનો હાથ પકડી લીધો અને બોલ્યો." પ્રિશા.....આઈ લવ યુ....આઈ લવ યુ સો સો મચ....મને તું એટલી પસંદ એટલી પસંદ છે...કે બસ મને તું જ જોઈએ...તને હું ક્યારેય એટલે ક્યારેય નહિ છોડુ...આઈ પ્રોમિસ...."અંશ નશામાંને નશામાં પોતાની દિલની વાત પ્રિશા સામે કહી દીધી. પ્રિશા તો બે ઘડી શરમાઈ જ ગઈ. પ્રિશાને પણ અંશ પસંદ હતો