નારદ પુરાણ - ભાગ 29

  • 920
  • 1
  • 300

મહર્ષિ ભ્રુગુએ જગતની ઉત્પત્તિ વિશેને પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “સર્વ જંગમ પૃથ્વીમય શરીરોમાં ત્વચા, માંસ, હાડકાં, મજ્જા અને સ્નાયુ-આ પાંચ ધાતુઓ રહેલી છે અને તે શરીરને ગતિમાન રાખે છે. અગ્નિતત્વથી ઉત્પન્ન થયેલાં તેજ, અગ્નિ, ક્રોધ, ચક્ષુ અને ઉષ્મા આ પાંચ અગ્નિઓ શરીરધારીઓમાં રહેલા છે, તેથી તેઓ પંચાગ્નેય છે.         આકાશ તત્વને લીધે શ્રોત્ર, નાસિકા, મુખ, હૃદય અને ઉદર-આ પાંચ તત્વો શરીરને ધારણ કરીને રહેલાં છે. શ્લેષમા, પિત્ત, સ્વેદ (પરસેવો), વસા અને શોણિત-આ પાંચ જલીય તત્વો પ્રાણીઓના દેહમાં સદા રહે છે.         પ્રાણવાયુને લીધે પ્રાણી આનંદિત રહે છે. વ્યાનને લીધે વૃદ્ધિ પામે છે, અપાનવાયુ અધોભાગથી ગતિ કરે છે; ઉદાનને લીધે