પ્રેમ સમાધિ - પ્રકરણ-78

(15)
  • 1.9k
  • 2
  • 1.2k

પ્રેમસમાધિ પ્રકરણ-78 વિજયે પહેલાં રાજુને પછી કલરવને રૂમમાં આવતો જોયો. એણે કલરવને પૂછ્યું "હમણાંજ કંઇ કામ છે ? રાજુ સાથે વાત કરી લઉં તું બેસ”. એમ કહીને એને બેસવા કહ્યું કલરવ વિજયનાં બેડનાં એક ખૂણાં પર બેઠો.. વિજયે રાજુને પૂછ્યું “બોલ પછીનાં શું ન્યૂઝ છે “? રાજુએ પહેલાં વિજય પછી કલરવ સામે જોયું પાછું વિજય સામે જોયું. વિજય સમજી ગયો એણે કલરવ સામે જોયાં વિનાંજ રાજુ સામે જોઇને કહ્યું "રાજુ કંઇ વાંધો નથી જે છે એ કહી દે... ઘરનોજ છોકરો છે”. કલરવને આવું સાંભળી મનમાં આનંદ થયો. રાજુએ વિજયને કહ્યું "તમે સોંપી ગયાં હતાં એમ બધું ગોઠવાઇ ગયું છે. ભાઉની