અ - પૂર્ણતા - ભાગ 13

  • 3k
  • 1
  • 2.3k

હેપ્પી પેલા છોકરા પર પડી અને હેપ્પીના વજનથી પેલાએ હેપ્પીને જાડી કીધી એટલે હેપ્પી ફરી રોષે ભરાઈ અને તેના વાળ ખેંચવા લાગી. પેલાએ ફરી બૂમ પાડી, "પ્લીઝ મને કોઈ બચાવો..." આ બધી ધમાચકડીથી બધા જ સ્ટુડન્ટ ત્યાં ભેગા થઈ ગયાં. પેલા છોકરાનો અવાજ પરમને જાણીતી લાગ્યો એટલે તે પણ હોલમાંથી ત્યાં આવ્યો. તે હેપ્પીને બાવડેથી પકડીને ખેંચીને ઊભી કરવા લાગ્યો, "હેપ્પી છોડ એને..મરી જશે એ બિચારો." પરમનો અવાજ સાંભળી હેપ્પી તરત જ તેનો ટેકો લઈને ઉભી થઇ ગઈ. તે પરમને પકડે એ પહેલાં જ રેના તેની અને પરમ વચ્ચે આવીને ઊભી રહી ગઈ. "હેપ્પી , છોડ હવે આ બધું. આખી