એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 21)મનન, કાનનનાં એક વધુ નવાં સ્વરૂપને જોઈ રહ્યો.મનને અનુભવ્યું હતું કે કાનનનું હર એક નવું પગલું ભાવિ તરફ નો અંગુલિનિર્દેશ હોય છે.કાનન બીજે દિવસે જ બેંકમાંથી છૂટીને બાલઘર પહોંચી ગઈ.મુખ્ય સંચાલિકા બેનને પોતાની ઈચ્છા જણાવી.એ તો ખુશ ખુશ થઇ ગયાં. મુખ્ય સંચાલિકા બેને બધાં બાળકોને ખુલ્લી જગ્યામાં બોલાવી ઓળખાણ કરાવી.“જુઓ બાળકો,આ છે કાનન દીદી.સોમવાર થી શુક્રવાર રોજ સાંજે તમારી પાસે આવશે.રમતો રમાડશે,વાર્તા કહેશે,ગીતો ગવડાવશે અને હોમવર્ક પણ કરાવશે.કોઈએ દીદીને હેરાન નથી કરવાનાં.સમજી ગયાં ને?”“હા.............,બધાં બાળકોએ સમૂહમાં હા પાડી.”કાનન તો થોડી વારમાં બાળકો વચ્ચે ઘેરાઈ ગઈ.બાળકોએ તો જુદી જુદી ફરમાઇશ નો મારો ચલાવી