નારદ પુરાણ - ભાગ 28

  • 1.2k
  • 1
  • 448

નારદ બોલ્યા, “હે સનંદન, આ સ્થાવરજંગમરૂપ જગતની ઉત્પત્તિ કોનાથી થઇ અને પ્રલય સમયે એ કોનામાં લીન થાય છે, તે વિષે મને કહો. સમુદ્ર, આકાશ, પર્વત, મેઘ, પૃથ્વી, અગ્નિ અને પવન સહિત આ લોકોનું નિર્માણ કોણે કર્યું છે? પ્રાણીઓની રચના તથા તેમના વર્ણના વિભાગો કેવી રીતે કરવામાં આવ્યા છે? તેમનાં શૌચ અને અશૌચ કેવા પ્રકારનાં છે? તેમના ફ્હાર્મ અને અધર્મનો વિધિ શો છે? પ્રાણીઓના જીવની સ્થિતિ કેવી છે? મરણ પામેલા માણસો આ લોક્માંથો પરલોકમાં ક્યાં જાય છે? તે સર્વ આપ મને કહો.”         સનંદને કહ્યું, “હે નારદ, ભરદ્વાજે પૂછવાથી ભ્રુગુએ કહેલા શાસ્ત્ર અને પ્રાચીન ઈતિહાસ હું તમને કહું છે. દિવ્ય પ્રભાવવાળા