એક કાગળ! હિતેશ હજુ દ્વિધામાં હતો. આજની ઘટનાએ તેના મનને બેચેન કરી દીધું હતું. તે નક્કી નહોતો કરી શકતો કે શું કરવું અને શું ન કરવું? તેના નિર્ણય પર તો પોતાનો અને પોતાનાં પરિવારના ભવિષ્યનો મદાર હતો. તે નહોતો ઈચ્છતો કે તેની એક ભૂલની સજા આખો પરિવાર ભોગવે અને ભૂતકાળની એ ઘટનાનું પુનરાવર્તન થાય. પથારીમાં પડખા ઘસીને કંટાળેલા હિતેશે ટાઈમ જોવા મોબાઈલ ઉઠાવ્યો. રાતના ત્રણ વાગ્યા હતા. આંખોમાંથી ઉંઘ ગાયબ હતી અને કાલે બધા લેકચર ભરવા જરૂરી હતા. આંખો પર પાંપણ દાબી ઊંઘવાનો પ્રયત્ન કર્યો,પણ મનનું શું? એ તો મુક્ત ગગનમાં વિહાર કરતાં વિહંગ માફક અનેક વિચારોમાં ખોવાયેલું હતું. બંધ