સાટા - પેટા - 15 (છેલ્લો ભાગ)

  • 1.3k
  • 554

કોલેજના વિશાળ પટાગણમાં ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો .તેને જાતજાતના સુશોભિત તોરણો અને પુષ્પ ગુચ્છ થી શણગારવામાં આવ્યો હતો. રંગપુરના જાહેર રસ્તાઓ ઉપર રંગબેરંગી તોરણો સજાવી દેવામાં આવ્યાં હતાં .મંડપની અંદર જ દક્ષિણમાં એટલો જ વિશાળ ને ભવ્ય મંચ ગોઠવવામાં આવ્યો હતો. જે ત્રણ ફૂટ જેટલો જમીનથી ઊંચો હતો. તેના ઉપર ડનલોપનો ગાદલાં અને સોફાઓ ગોઠવવામાં આવ્યા હતા મંચની બંને બાજુ આધુનિક અને સુશોભિત રજવાડી ઘાટની ખુરશીઓ ગોઠવામાં આવી હતી .જેના ઉપર આજના શુભ પ્રસંગે લવ-મેરેજ દ્વારા એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાનાર યુવક યુવતીઓ આભૂષણો અને નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ નવા ઉત્સાહ અને તાજગી સાથે બેઠાં હતાં . મંચ ઉપર મધ્યમાં