તમે તમારું સાંભળો છો ખરાં??

  • 2.2k
  • 782

તમે "તમારું" સાંભળો છો ખરાં!! બાહ્ય ઘોંઘાટની પેલે પાર, મનનાં રઘવાટની આરપાર જઈ, એક મીઠી સરવાણી જેવો સુર રેલાતો હોય છે...!! જ્યાં નીરવ શાંતિ છે!! એ સ્થળ જ્યાં દેખાતું ધૂંધળું સાચું "સ્વ " છે...!! જ્યાં પહોંચ્યા પછી ક્યાંય પહોંચવાનું બાકી રહેતું નથી. એવી અંતરને નિરાંત અને અમીરાત બક્ષતી "સ્વ"વાસ ના આવાસમાંથી સતત આપણી સાથે સંવાદ કરવા મથતો નાદ સાંભળવાની ફૂરસદ કાઢો છો ખરાં!! ક્યાંથી આવે છે એ નાદ!! કોણ છે જે ભીતરથી આપણી જોડે સંવાદ કરવાં ચાહે છે!! આપણને ક્યાંક દોરી જવા માંગે છે!! આપણને નિઃસંદેહ ખૂબ જ પ્રેમ કરે છે ચાહે છે!! એ ભીતરમાં બેઠેલ આપણો નાથ જ આ