નિતુ - પ્રકરણ 16

  • 1.8k
  • 972

.નિતુ : ૧૬ (લગ્નની તૈયારી) નિતુએ ઘરની બહાર દરવાજા પાસે તૈય્યાર થઈને ઉભેલી કૃતિને એકલી એકલી મનમાં વિચાર કરીને હસતા જોઈ ટકોર કરી, "રાત્રે સૂતા સૂતા કોઈ હસે તો સમજાય કે સપનું જોતા હશે! પણ દિવસે જાગતા જાગતા કોઈ કારણ વિના એકલા એકલા હસે એને શું કહેવાય? એ મને ખબર નથી." "દીદી!... શું તમે પણ!" "સાગરના વિચારોમાં ચડી છે?" તેની મજાક કરતા તે બોલી. "તમે પણ શું સવાર સવારના પહોરમાં મજાક કરો છો!" "સારું સાંભળ, સાગર સાથે અગત્યની બધી વસ્તુઓ પસંદ કરી છુટા પડી જવાનું છે. યાદ છેને? સાંજે મમ્મીએ સાથે જવાનું કહ્યું છે." "હા હા દીદી, યાદ છે મને."