આશાનું કિરણ - ભાગ 5

  • 1.8k
  • 918

દિવ્યા ના મમ્મીએ અંદર આવતા ની સાથે જ રંભાબેન પર સવાલોની છડીયો વરસાવવાનો ચાલુ કર્યો. "રંભાબેન દિવ્યા હજી સ્કૂલેથી આવી નથી હેતલ આવી ગઈ? 6:30 થવા આવ્યા છે હજુ દિવ્યાના કોઈ સમાચાર નથી તમને ખબર છે? હેતલ આવી ગઈ છે તો દિવ્યા ક્યાં છે? હે મારા રામ !!!! હેતલ દિવ્યાને છોડીને તો નથી આવતી રહી ને? હાય!! હાય !!! હું હવે એકલી દિવ્યા ને ક્યાં શોધવા જઈશ? "રંભાબેન દરવાજો ખોલી અને દિવ્યાના મમ્મીના સવાલો સાંભળી રહ્યા હતા. એમને પણ મનમાં ફાળ પડી ગઈ. હેતલ ઘરે આવ્યા ને 10 15 મિનિટ થઈ ગઈ હતી. હેતલને જ્યારે તેણે પૂછ્યું ત્યારે હેતલે કોઈ