ચોરોનો ખજાનો - 62

  • 1.6k
  • 860

ધૂળનું તોફાન સવારના લગભગ નવેક વાગ્યા હતા. આજનું વાતાવરણ એકદમ અલગ જ દેખાઈ રહ્યું હતું. રણમાં માત્ર અને માત્ર ઉડતી ધૂળ સિવાય બીજું કંઈ જ ન્હોતું. અચાનક ચમકતી વીજળી અને તેના અમુક ક્ષણો પછી સંભળાતો કડાકો.. આમ તો આ બધું સામાન્ય હતું. પણ આજે જે કંઈ બની રહ્યું હતું તે સામાન્ય નહોતું. આ ભયાનક તોફાન અને વરસાદ સાથે વીજળી કાયમ જોવા નહોતા મળતા. વાદળોમાં ઢંકાયેલો સૂર્ય ધરતીના દર્શન માટે તલસી રહ્યો હતો. પણ વાદળો આજે ધરતી માટે પોતાનું આવરણ પાથરીને બેઠા હતા જે હટવાનું નામ નહોતા લેતા. ઉનાળામાં તપતી રાજસ્થાનના રણની રેતી આજે સૂરજના પ્રકાશ વિના ઠરીને એકદમ ટાઢી થઈ