લવ યુ યાર - ભાગ 52

  • 3.1k
  • 2
  • 2.2k

સાંવરીની ફ્લાઈટે ઈન્ડિયાભણી ઉડાન ભરી લીધી હતી. સાંવરી મીતને એકલો મૂકીને જવા નહોતી ઈચ્છતી પરંતુ તેને જવું પડ્યું હતું. મીત સાંવરીને વિદાય કરીને પાછો વળી રહ્યો હતો અને જેનીએ તેને પોતાના ઘરે બોલાવ્યો અને તેનો મનપસંદ વેજીટેબલ પુલાવ ખવડાવીને તેને ખુશ કરી દીધો. કહેવાય છે ને કે, કોઈને તમારા પોતાના કરવા હોય તો તેને રોજ તમારા હાથનું જમવાનું બનાવીને જમાડવાનું શરૂ કરી દો તો તે ઓટોમેટિક તમારા થઈ જશે. આજે લંડનમાં બહારનું વેધર થોડું ઠંડુ હતું એટલે જેનીએ મીતને પોતાના ઘરે રોકી લીધો હતો. મીત જેનીના સુસજ્જ બેડરૂમમાં સૂઈ જવાની તૈયારી કરતો હતો અને પોતાની સાંવરી ક્યારે ફોન ચાલુ કરશે