ચોરોનો ખજાનો - 61

  • 1.5k
  • 720

અજીબ જીવડું.. પરોઢના લગભગ સાડા ચારનો સમય હતો, જ્યારે સિરતનું જહાજ જેસલમેરની બહાર રણ વિસ્તારમાં ઉભુ રહ્યું. તેના માણસોએ રાજ ઠાકોરના કહેવા પ્રમાણે અમર સાગર તળાવનું પાણી લાવીને તૈયાર રાખ્યું હતું. એક મોટા તવામાં આ પાણી ભરીને તેમણે ઉકળવા માટે મૂક્યું હતું. સિરતના કહેવા પ્રમાણે તરત જ દિલાવરના દિકરા મુન્નાને લઈ આવવામાં આવ્યો. તેના હાથ ઉપરનો પરપોટો અત્યારે ઘણો મોટો થઈ ગયો હતો. હાથથી માંડીને ખભાનો અને થોડોક પીઠનો ભાગ પણ આવરી લેતો આ પરપોટો અત્યારે આછો ગુલાબી કલરનો ભયાનક લાગી રહ્યો હતો. ફૂટી જશે એ ડરથી કોઈ તે પરપોટાને અડવાની કોશિશ પણ ન્હોતું કરતું. સિમા અને મીરા બંને મુન્નાની