એક અધૂરો? પ્રેમસંબંધ

  • 1.1k
  • 448

એ મારાં જન્મદિવસની આગળનો દિવસ હતો. લગભગ મહિના પછી મુકેશ ઘરે મળવા આવ્યા. મને કહે, “બસ, હવે મને સારું થઈ ગયું છે. હવે પછી મારે કીમો થેરાપી લેવા નથી જવાનું. બસ, હવે બધું પતી જ ગયું છે.” એ વચ્ચે શ્વાસ લેવા રોકાયા. મુકેશ મારાં સ્વર્ગસ્થ પતિ સોમેશના પરમ મિત્ર હતા. જ્યાં સુધી સોમેશ જીવતા હતા ત્યાં સુધી સોમેશ અને મારાં દરેક ઝઘડાં વખતે તે જ મધ્યસ્થી બનતા. પણ સોમેશના મૃત્યુ પછી અમે બંને નજીક આવતાં ગયાં. અમે એકમેકની દરેક વસ્તુની કાળજી લેતાં થયાં. ને સંબંધ ગાઢ થતો ગયો… પણ એ લગ્ન માટે તૈયાર નહોતાં. એમને સમાજ અને તેમનો પરિવાર શું