સાટા - પેટા - 14

  • 1.5k
  • 718

આગળ વધતી મારુતિ 'કલ્પના -હાઉસ' આગળ આવીને અટકી. તેમાંથી એક અત્યંત દેખાવડો, મોહક વ્યક્તિત્વ વાળો, ફેશનેબલ વસ્ત્રોમાં સજ્જ યુવાન ઊતર્યો .ને કલ્પના-હાઉસ બંગલામાં આગળ વધ્યો .તેની ચાલ ઝડપી અને છટાદાર હતી. લોન વટાવીને તે અંદર પ્રવેશતા જ ટહુક્યો. ' હલ્લો ...ડેડી ! હેલ્લો...મમ્મી ! ગુડ ન્યુઝ ! ને તે મમ્મી ને જોવા વિશાળ દીવાનખંડમાં આજુ-બાજુ નજર દોડાવવા લાગ્યો .સોફા ઉપર બેઠેલા પ્રીતમદાસે અખબાર એક બાજુ કર્યું. ને પુત્ર નરેન્દ્રને ખુશ -ખુશાલ જોઈને બૂમ પાડી . 'કલ્પના ! ઓ કલ્પના ? આંહીં આવતો .આપણો સન નરેન્દ્ર કંઈક ગુડ ન્યુઝ આપવા માંગે છે.' એ.. આ આવી.' કહેતાં કલ્પના ઉપરના મજલે થી પગથિયાં