પ્રેમ - નફરત - ૧૨૬ (અંતિમ)

(17)
  • 1.6k
  • 1
  • 762

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨૬ (અંતિમ) મીતાબેનને પતિ રણજીતલાલના મૃત્યુએ હતપ્રભ બનાવી દીધા હતા. એ એમના પરિવારનો મોટો સહારો હતા. એટલું જ નહીં અન્ય કામદારો માટે તે છાતી કાઢીને ઊભા રહેતા હતા. બધાનો જ સહારો છીનવાઈ ગયો હતો અને આ બધું લખમલભાઈએ કે એમના માણસોએ કરાવ્યું હોવાનું જાણ્યા પછી એમના માટે નફરતની લાગણી ફેલાઈ હતી. રચના યુવાન થઈ રહી હતી ત્યારે એણે આખી કહાની જાણીને બદલો લેવાનું મન બનાવ્યું ત્યારે મીતાબેન રણજીતલાલના કેટલાક સિધ્ધાંત ભૂલીને પણ એને સાથ આપવા તૈયાર થઈ ગયા હતા. લખમલભાઈની સામે એક અઘોષિત જંગ ખેલ્યા પછી એમને થયું હતું કે એમનો પરિવાર ખોટું કરી