કાંતા ધ ક્લીનર - 9

  • 1.8k
  • 1.4k

9."તને કેવી રીતે ખબર? તું સીધી બેડરૂમમાં એમની નજીક તો ગઈ નહોતી!" ગીતાએ પૂછ્યું."કોઈ પણ ન જાય. મેં બહારથી નોક કર્યું, કોઈએ જવાબ ન આપ્યો, અંદર અંધારું હતું વગેરે હું કહી ચૂકી છું.""તેં જોયા ત્યારે અગ્રવાલ ભર ઊંઘમાં હતા એમ કેમ લાગેલું? નસકોરાં બોલતાં હતાં?""ના. સાવ શાંત. એક પગ આડો, બીજો સીધો, બે હાથ ફેલાવી ઊંધા પડેલા. મને બહાર જવા કહી સરિતા મેડમ તરત જ તેમની તરફ ગયેલાં અને તે પહેલાં હું નીકળી એટલે ડોર બંધ કરી દીધેલું." કાંતાએ બે કોથળી આપ્યાનો ઉલ્લેખ ન કર્યો."એમ બને કે તું ગઈ એ વખતે તેઓ મૃત અવસ્થામાં હોય?" અધિકારી પૂછી રહ્યા."ચોક્કસ કહી શકું