ધૂપ-છાઁવ - 139

(22)
  • 2k
  • 2
  • 802

ધીમંત શેઠ અપેક્ષાની બાજુમાં જઈને બેઠા અને તેના ખભા ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને ઢંઢોળીને કહેવા લાગ્યા કે, "અપેક્ષા શું થયું કેમ રડી રહી છે અને તું ક્યાં ખોવાઈ ગઈ છે..? હું ક્યારનો..."તે કશું જ ન બોલી શકી.. તેણે ધીમંત શેઠના ખભા ઉપર પોતાનું માથું ઢાળી દીધું અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...તેની આ પરિસ્થિતિ જોઈને ધીમંત શેઠને પણ આંચકો લાગ્યો...અને તે કંઈ સમજી શકે કે કંઈ વિચારે કે કંઈ પણ બોલે તે પહેલા અપેક્ષા તેમને રડતાં રડતાં કહેવા લાગી કે, "ધીમંત મને માફ કરી દેજો.. પ્લીઝ તમે મને માફ કરી દેજો.. મેં તમારાથી એક વાત છૂપાવી છે...