પરસેવાની કમાણી

  • 1.5k
  • 594

બાપુનો આશ્રમ આ જ જગ્યા પર પચ્ચીસેક વર્ષથી આવેલો છે. બે ગામ વચ્ચે ટેકરીઓના ગાળામાં બાપુ શરૂઆતમાં નાની ઝૂંપડી બાંધી રહેતા અને બહાર ધૂણો પેટાવી સાધના કરતા. બાપુની સાધના અને ભક્તિની સુવાસ ધીમે ધીમે આજુબાજુના ગામડામાં પ્રસરવા માંડી હતી. ધીમે ધીમે બાપુના સેવકો વધતા ગયા. કોઈએ કાચી ઝુંપડીની જગ્યાએ પાકુ મકાન બંધાવી આપ્યું તો કોઈએ ખુલ્લા ધુણાની ઉપર પતરાનો શેડ કરી આપ્યો. આજે આ જગ્યા વિકસીને બે વીઘા જેટલા વિસ્તારમાં આશ્રમ બનીને ફેલાઈ ચૂકી છે. બાપુના આશ્રમમાં આંબા, વડલા,ઉમરા જેવા ફળાવ અને છાયડો આપતા અનેક વૃક્ષોની વનરાજી આખો ઠારે તેવી થઈ ગઈ છે. જ્યારે ઔષધીય છોડ અને ફૂલડાના છોડવા આશ્રમની