છોકરીની ચર્ચા પૂરી થયા બાદ રાત્રે દસ વાગે હું થોડો ફ્રી થયો. હું ઇન્સ્ટાગ્રામ પર મિમ્સ જોવા લાગ્યો જેથી હું મારુ મગજ થોડું શાંત કરી શકું. આખરે હું મોબાઈલ પર જ જીવતો હતો. મને મોબાઈલ એડીક્ટેડ હોવામાં કાંઈ ખોટું પણ લાગતું નથી. મહિને બસ ૧૫૦-૨૦૦₹નું રિચાર્જ કરાવો અને આખી દુનિયાના કોઈપણ છેડાનું મનગમતું એન્ટરટેઇનમેન્ટ આપના અંગુઠાના ટેરવાથી જ હાજર થઈ જતું. આનાથી વિશેષ જીવનમાં જોઈએ પણ શું? આવી જિંદગી તો રાજાઓએ પણ નહીં જીવી હોય. જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં એક પછી એક પોસ્ટ સ્ક્રોલ કરીને ઉપર ધકેલતો હતો ત્યાંજ વોટ્સએપ પર પપ્પાનો મેસેજ આવ્યો. તે સમયે પપ્પા બહાર ચાલવા માટે ગયા