અગ્નિસંસ્કાર - 73

(11)
  • 1.9k
  • 1
  • 1.1k

નંદેસ્વર ગામ જતી બસમાં નાયરાને બેસાડીને કેશવ ઘરે જવા નીકળી ગયો. બપોરના બાર થવા આવ્યા હતા અને રસ્તે ખાસી એવી ભીડ પણ થઈ ગઈ હતી. છોકરાઓ સ્કુલેથી છૂટીને ઘરે જવા રવાના થઈ રહ્યા હતા. ત્યાં જ થોડે દૂરથી એક છોકરો જેણે સ્કૂલનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો એ દોડતો કેશવ પાસે આવ્યો અને વિનંતી કરતા બોલ્યો. " ભૈયા...પ્લીઝ આપ મેરી એક મદદ કરેંગે??" " કેસી મદદ?" " મેરે પાપા અભી તક મુજે લેને નહિ આયે ક્યાં મેં આપકે ફોન સે મેરે પાપા કો એક કોલ કર સકતા હૂં." " અરે ઇતની સી બાત.. યે લો બાત કર લો..." " થેંક્યું ભૈયા...."