અગ્નિસંસ્કાર - 71

(11)
  • 2.3k
  • 1
  • 1.4k

" આ તું શું બોલે છે? પ્રિશા...તારા પિતાનું ખૂન....શું થયું હતું એની સાથે અને કોણે કર્યું??" ઉંચા અવાજે અંશ બોલી ઉઠ્યો. પ્રિશા એ આસપાસ નજર કરી અને કહ્યું. " આપણે ઘરે જઈને વાત કરીએ..." બન્ને ચાલતા ચાલતા વાતો કરતા ઘર તરફ જવા નીકળી ગયા. ત્યાં થોડે દૂરથી એક અજાણ્યા વ્યક્તિ એ પોતાના કેમેરામાં પ્રિશા અને અંશના ફોટો કેપચર કરી લીધા. પ્રિશા ઘરે પહોંચી અને એમણે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. " મારા પરિવારમાં હું મારા મમ્મી અને પપ્પા અમે ત્રણેય ખુશી ખુશી પોતાનુ જીવન વ્યતીત કરી રહ્યા હતા. મારા પપ્પા એ સમયના અગ્રવાલ સ્ટીલ કંપનીના માલિક હતા. " અગ્રવાલ સ્ટીલ