ખિસ્સુ

  • 1.3k
  • 1
  • 450

આ ખીસાની શોધ કેવી રીતે થઈ હશે ? જન્મ થાય ત્યારે ઝભલાને ખિસ્સું હોતું નથી. મૃત્યુ ટાંકણે ખાંપણ ને ખિસ્સું હોય તે સાંભળ્યું નથી. તો પછી આ ખિસ્સાનો જન્મ થયો કઈ રીતે? કોના ફળદ્રુપ ભેજાની આ પેદાશ છે? નવાઈ તો જરૂર લાગે, કિંતુ એ ન હોય ત્યારે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો ભારે છે. તમે નહી માની મારી એક બહેનપણિ હંમેશા કપડાંની ખરીદી કરવા જાય ત્યારે જુએ તેમાં ખિસ્સું છે કે નહી. મારી આદત પ્રમાણે કપડાં ગમી જાય એટલે લેવાના. ખિસ્સું છે કે નહી એ જોવાનું યાદ જ ન આવે. ખિસ્સાની રામકહાની રોજ નવી હોય. ખિસ્સું હોય એટલે ખિસ્સા કાતરુઓને થતી