સપ્ત-કોણ...? - 28

  • 1.8k
  • 2
  • 880

ભાગ - ૨૮જામનગરમાં રાઠોડ પરિવાર મીઠી નીંદરની મજા લઈ રહ્યું હતું ત્યારે માનગઢની હોટેલ સિલ્વર પેલેસમાં, પોતાના રૂમમાં રાણી કલ્યાણીદેવી વ્યગ્ર ચિત્તે આમથી તેમ આંટા મારી રહ્યા હતા જાણે એમની આંખો કોઈના આગમનની પ્રતિક્ષા કરી રહી હતી, કોઈ વ્યક્તિ કે પછી કોઈ સંકટની સાંકળ એમની તરફ વધી રહી હતી એ તો આવનારો સમય જ સૂચવશે.... 'ઈશ્વાના હજી સુધી કોઈ સગડ નથી મળ્યા, આ દાઈમાં પણ ક્યાં અટવાઈ ગયા છે કે હજી સુધી ન એમનો ફોન આવ્યો છે કે ન એ પોતે અહીં હાજર થયા છે.' કલ્યાણીદેવીએ ઘડિયાળમાં જોયું તો રાતના પોણા ત્રણ થવા આવ્યા હતા, 'હવે સુઈ જવું જોઈએ, સવારે