એક હતી કાનન... - 16

  • 1.3k
  • 536

એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 16)બીજે દિવસે મનન ગોંડલ રવાના પણ થઈ ગયો.પોતાનાં સાસુની ખાતરી અને માનસીના સાથે તેની ચિંતા ઘણી હળવી કરી નાખી હતી. કાનનની સંઘર્ષ કથામાં એક નવા પ્રકરણ નો ઉમેરો થયો.“જુઓ મિસ તાપસી,હું ઓફિસમાં આવું તેની દસ મિનીટ પહેલાં તમારે આવી જવાનું હોય છે.મારે આવીને તમારી રાહ જોવાની? ત્યાં સુધી માખીઓ મારવાની?”“એક્સક્યુઝ મી સર,તમે જયારે ઓફિસમાં પ્રવેશો છો ત્યારે સૌ પ્રથમ ગુડ મોર્નિંગ કહેવા વાળી એકલી હું જ હાજર હોઉં છું.આજે કદાચ પહેલીવાર દસ મિનીટ મોડી પડી એમાં આટલું બધું મોટેથી બોલવાની જરૂર નથી. ક્યારેક જ મોડા આવતા સ્ટાફ પાસે કારણ જાણવાની દરકાર કર્યા વિના