નિતુ - પ્રકરણ 15

  • 2.5k
  • 1.6k

નિતુ : ૧૫ (લગ્નની તૈયારી) નિતુ સાંજ પડ્યે નિરાશા ભરેલી ઘેર આવી. કારણ કે તેની છેલ્લી આશા જે વિદ્યા પર નિર્ભર હતી તે પણ વિફળ ગઈ. ઘરમાં પ્રવેશે તે પહેલા તેણે પોતાનો ચહેરો સાફ કર્યો અને ખુશ થવાના ઢોંગ સાથે તે અંદર ગઈ. એમ જાણીને કે જો કોઈ તેનો આવો ચેહરો જોઈ જશે તો સમજશે કે કંઈ થયું છે. આમેય તેની મા શારદાને તો ખબર જ છે, છતાં કોઈને આવા શુભ અવસર પર ઉદાસી દેવાની તેની ઈચ્છા નહોતી. તે અંદર પ્રવેશી કે શારદાએ તેને જોઈ કૃતિને કહ્યું, "લ્યો, આ નિતુ પણ આવી ગઈ. કૃતિ , હવે તું જાતે જ તેની