કાંતા ધ ક્લીનર - 8

  • 2.4k
  • 1
  • 1.7k

8."ચિંતા ન કર, કાંતા, તને છોડી દેશે તો આજે તારી ડ્યુટી ગણી લેશું. તારી આબરૂ સારી છે. જોઈએ. હમણાં તું જા આ લોકો સાથે." રાધાક્રિષ્નન સર તેને ખભે હાથ મૂકી આશ્વાસન આપી રહ્યા.ગીતા જાડેજા કાંતાને ખભે હાથ મૂકી ચાલ્યાં. આમ તો કાંતાને રાહત થઈ કે તે મુખ્ય આરોપી નથી. ગીતા મેડમનો હાથ ખભે હતો તે જાણે હાથકડીને બદલે હોય એવું લાગતું હતું. જાણે પકડીને લઈ જતી હોય!હોટેલનું મેઇન ડોર આવતાં વ્રજલાલે ગીતા સામે ઝૂકી સલામ કરી અને ડોર ખોલ્યું. કાંતા સામે તેમણે દયાભરી દૃષ્ટિએ જોઈ ડોક હલાવી.કાંતા એ સફેદ કારમાં ગીતા જાડેજા સાથે બેઠી. કારમાં ગીતા જાડેજા તેની સાથે સામાન્ય