નારદ પુરાણ - ભાગ 27

  • 1.5k
  • 1
  • 500

નારદ બોલ્યા, “મુને, આપે સંક્ષેપમાં જ યુગધર્મનું વર્ણન કર્યું છે, કૃપા કરીને કલિયુગનું વિસ્તારપૂર્વક કરો, કારણ કે આપ શ્રેષ્ઠ ધર્મજ્ઞ છો અને કલિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોનાં ખાનપાન અને આચાર-વ્યવહાર કેવા હશે તે પણ જણાવો.”         સનક બોલ્યા, “સર્વ લોકોનો ઉપકાર કરનાર હે મુનિશ્રેષ્ઠ, હું કલિના ધર્મોનું વિસ્તારપૂર્વક વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. કલિ બહુ ભયંકર યુગ છે. તેમાં પાપો ભેગાં થાય છે; અર્થાત પાપોની અધિકતા હોવાને લીધે એક પાપ સાથે બીજું પાપ ભેગું થઇ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ધર્મથી વિમુખ થઇ જાય છે. ઘોર કલિયુગ આવતાં જ બધાં દ્વિજ વેદોનો અભ્યાસ કરવાનું છોડી દે