તરતાં શીખવાની પ્રક્રિયા

  • 1.4k
  • 528

ગઈકાલે અનુપમભાઈ ની તરવા ન મળ્યાના અફસોસની as usual ખૂબ રસપ્રદ ફેસબુક પોસ્ટ વાંચી. હમણાં જ આડા તરવા ને ઊંડા તરવાની પોસ્ટ વાંચી. મેં પાંચ વર્ષ અગાઉ learning to swim નામે લેખ મૂકેલો, કોણ જાણે કેમ, અમુક લાંબો સમય ન ખોલેલ લેખ કે વાર્તાઓ સાથે એ ગૂગલ ડોકમાંથી ડિલીટ થઈ ગયો છે. ફેસબુક પર જ હતો. ખેર, અત્યારે ફરીથી લખું છું, મિત્રોની માહિતી માટે.હું ઓચિંતો, બાય ચાન્સ 1994 માં સ્ટેડિયમ સ્નાનાગારમાં લર્નર ફોર્મ ભરી જોઈન થયો ત્યારે 37 વર્ષનો હતો.શરૂમાં શિખાઉ બેચના વીસ પચીસ દરેક ઉંમરના લોકોને પાળી પકડી ઊભા રાખે અને પાણી પર આડા થઈ કીક મારવાનું કહે. વેગથી.