દરિયો શાંત પ્રવાહમાં મોજા વહાવી રહ્યો હતો. મંદમંદ ગતિએ તનેને રિઝવતો પવન મનમાં સ્ફૂર્તિ ભરતો હતો. હતી એમ તો ઉનાળાની બપોર, પણ ટાઢક તો જાણે વરસાદ પડ્યા પછીના પવનના સૂસવાટા વાતાં હોય એમ જ પાથરી રહ્યા હતા. તપેલાં, થાકેલાં અને કર્માયેલાં જીવનમાં શ્વાસ ભરતાં હોય એમ કેટલાક યુગલો દરિયાના મોજા સાથે ટકરાવ કરતા હતા. કેહવાય છે કે દરિયો સર્વ દર્દોને સમાવીને બેઠો હોય છે, એમ જ દરિયા કિનારે માનસિક થાકને ઉતારીને નીરવ શાંતિ માટે જ સ્વપ્નિલ અને સ્નેહા પણ દરિયાની ગોદમાં આવ્યાં હતા. સ્વપ્નિલ અને સ્નેહા એ પણ એક યુગલ હતા. આઈટી કંપનીમાં જોડે જ કામ કરતાં હતા. અઠવાડિયાની રજા